ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા તા.૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તાલાલા અને સૂત્રાપાડા ખાતે સ્વચ્છતા રેલી યોજાઈ હતી.
ગીર સોમનાથ જિલ્લામાં પણ સફાઈરેલી, શાળાઓમાં સ્પર્ધા વગેરેના માધ્યમથી લોકોને સફાઈ અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. આ સફાઈ અભિયાનના ઉપક્રમે સૂત્રાપાડા અને તાલાલા નગરપાલિકા દ્વારા સફાઈ રેલી યોજાઈ હતી. તાલાલા ખાતે નગરપાલિકા હાઈસ્કુલ ખાતેથી સ્વચ્છતા સ્લોગન તથા સ્વચ્છતાના સંદેશા સાથેની સ્વચ્છતા રેલી યોજાઈ હતી.
જ્યારે સૂત્રાપાડા ખાતેની સ્વચ્છતા રેલીમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ સહિત મામલતદાર નગરપાલિકા પ્રમુખ ઉપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન નગરપાલિકાના સદસ્યઓ, કર્મચારીઓ, શહેરના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ સ્વચ્છતા રેલીમાં જોડાયા હતા.
આ સ્વચ્છતા રેલી સાથે જ ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા શપથ પણ લીધા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ