ભૂલા પડેલા અમરેલી જિલ્લાના લાઠીના બાળકનું, પરિવાર સાથે મિલન રેલવે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની કૂનેહપૂર્વકની કામગીરી
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં આવેલું છે એવા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળના રેલવે સ્ટેશન ખાતે અવાર-નવાર યાત્રાળુઓની વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ જાય ત્યારે રેલવે પોલીસ ઉત્તમ કામગીરી દાખવી અજાણ્યા મુસાફરોને મદદરૂપ થતી હોય
ભૂલા પડેલા અમરેલી જિલ્લાના લાઠીના બાળકનું, પરિવાર સાથે મિલન રેલવે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની કૂનેહપૂર્વકની કામગીરી


ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં આવેલું છે એવા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળના રેલવે સ્ટેશન ખાતે અવાર-નવાર યાત્રાળુઓની વસ્તુ કે વ્યક્તિ ખોવાઈ જાય ત્યારે રેલવે પોલીસ ઉત્તમ કામગીરી દાખવી અજાણ્યા મુસાફરોને મદદરૂપ થતી હોય છે.

આવા જ એક કિસ્સામાં વેરાવળ રેલવે પોલીસે ભૂલા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અમરેલી જિલ્લાના લાઠી ગામનું સગીરવયનું બાળક તા.૧૮ સપ્ટેમ્બરના રોજ કોઇને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયું હતું. જેના કારણે બાળકનો પરિવાર ખૂબ જ ચિંતાતુર હતો. જોકે, વેરાવળ રેલવે પોલીસના પ્રયત્નોથી માતા-પિતાનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

લાઠીથી બાળક રખડતો-ભટકતો કોઈપણ રીતે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. આ બાળકને એકલો-અટૂલો જોઈને રેલવે પોલીસે તેની સ્નેહપૂર્વક પૂછપરછ કરી હતી. બાળક પાસેથી તમામ વિગતો જાણી અને રેલવે પોલીસે બાળકની મદદ કરી હતી.

રેલવે પોલીસ દ્વારા બાળકને તેના પરીવાર સાથે બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને બાળ કલ્યાણ સમિતિ ગીર સોમનાથ દ્વારા સર્વાનુમતે બાળકનું વાલી સાથે પુન:સ્થાપન કરવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં રેલ્વેના મુખ્ય પોલીસ અધિકારી તથા બાળ સુરક્ષા એકમના અધિકારીએ સહિયારા પ્રયત્ન થકી પોતાની જવાબદારી સુપેરે નિભાવી હતી. ઉપરાંત ભવિષ્યમાં આવા કોઇ કેસો બને તો લોકોને જાણકારી માટે જવાબદાર અધિકારી અને પદાધિકારીના નામવાળું બોર્ડ રેલવે અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande