કોન્ટ્રાક્ટરના મકાનમાં રૂ.22 લાખની ચોરીના ગુનામાં યુવતીની ધરપકડ કરાઈ
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના મેઘપર ગામમાં એક આસામીના મકાનમાંથી બે સપ્તાહ પૂર્વે રૂ.રર લાખના સોનાના દાગીના ચોરાઈ ગયાની ગયા બુધવારે પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસમાં જોતરાયેલી મેઘપર પોલીસ તથા એલસીબી ટીમે આ આસામીના કૌટુંબિક સાળાની પ
ધરપકડ ફાઈલ ફોટો


જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર તાલુકાના મેઘપર ગામમાં એક આસામીના મકાનમાંથી બે સપ્તાહ પૂર્વે રૂ.રર લાખના સોનાના દાગીના ચોરાઈ ગયાની ગયા બુધવારે પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસમાં જોતરાયેલી મેઘપર પોલીસ તથા એલસીબી ટીમે આ આસામીના કૌટુંબિક સાળાની પુત્રીની ધરપકડ કરી છે. આ યુવતીએ કપડા બદલવાના બહાને ફૂઆના ઘરમાંથી દાગીના ચોર્યા હતા અને તેમાંથી બે કિંમતી ઘડિયાળ, બે વીટી અને આધુનિક ફોન ખરીદી લીધો હતો. પોલીસે રૂ.૧૦ લાખ રોકડા અને ઉપરોક્ત મુદ્દામાલ કબજે કર્યાે છે.

લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા કિશોરસિંહ કેશુભા જાડેજા નામના આસામીએ ગયા બુધવારે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પંદરેક દિવસ પહેલા તેમના મકાનમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે પેટી પલંગમાં રાખવામાં આવેલી જુદી જુદી થેલીમાંથી સાડા ત્રણસો ગ્રામ વજનના સોનાના અંદાજે રૂ.રર લાખની બજાર કિંમતવાળા દાગીનાની ચોરી કરી લીધી છે.

ઉપરોક્ત ફરિયાદના પગલે મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, પી.એન. મોરી સહિતના સ્ટાફની જુદી જુદી ટીમો તપાસમાં જોતરાઈ હતી. જેમાં એક યુવતીના સગડ પ્રાપ્ત થયા હતા.

તપાસ દરમિયાન જામનગર ધસી આવેલી પોલીસ ટીમે સરૂ સેક્શન રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે એક બાઈકના શો-રૂમની પાછળ રાધીકા એપાર્ટમેન્ટના બી/૨૩ નંબરના ફલેટમાં રહેતા ખુશ્બુબા ભીખુભા ભટ્ટી (ઉ.વ.ર૩) નામના મહિલાની અટકાયત કરી છે. આ મહિલાની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપવા ઉપરાંત રૂ.૧૦ લાખ રોકડા તેમજ ચોરીના પૈસામાંથી ખરીદેલી રૂ.૧૧ હજારની ઘડિયાળ, રૂ.પ હજારની બીજી ઘડિયાળ, રૂ.૧ લાખ ૩૦ હજારનો મોબાઈલ તથા રૂ.૬૫ હજારની કિંમતની સોનાની બે વીટી કાઢી આપી છે.

ઉપરોક્ત મુદ્દામાલ પોલીસ ટીમે કબજે લઈ ખુશ્બુબાની પૂછપરછ કરતા તેણીએ પોતાના ફુઆ કિશોરસિંહના ઘરમાં ચોરી કર્યાની કબૂલાત આપવા ઉપરાંત જણાવ્યું છે કે, બનાવના દિવસે તેણી પોતાના કૌટુંબિક ફુઆના ઘેર મહેમાન તરીકે પહોંચી હતી જ્યાં તેણીએ દાગીનાવાળા રૂમમાં કપડા બદલવાના બહાને જઈ ઉપરોક્ત દાગીના ઉઠાવ્યા હતા અને તેમાંથી ઉપજેલી રકમ પોતાના મોજશોખમાં વાપરવાનું શરૂ કર્યું હતું આ મહિલાની ધરપકડ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande