રાજ્યપાલ દેવવ્રતએ જશપુરીયા ગામે પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું
મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલએ શાળાના સામાન્ય ઓરડામાં રહેવા સાથે ગ્રામ્ય જનજીવનનો અન
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું


મહેસાણા, 20 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યપાલએ શાળાના સામાન્ય ઓરડામાં રહેવા સાથે ગ્રામ્ય જનજીવનનો અનુભવો કર્યો હતો.

આજે સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કરતા તેમને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આજના યુગમાં શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું મુખ્ય સાધન છે. બાળકોને ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું તેમજ દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓએ રાજ્યપાલ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ખાસ પ્રસંગે શાળાના બાળકો દ્વારા રાજ્યપાલને પ્રતીકરૂપ ભેટ તરીકે હળ અર્પણ કરવામાં આવ્યો હતો, જેને રાજ્યપાલએ ખુશહાલ ખેતી અને ગામડાના વિકાસનું પ્રતીક ગણાવી સ્વીકાર કર્યો હતો.

આ મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande