જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના ઈટ્રા જામનગર દ્વારા દસમા આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે. આ ઉજવણી અંતર્ગત એક રેલીનું આયોજન તા. ર૦ સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આયુર્વેદના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને આયુર્વેદના આપણા સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેનો હતો, જેમાં ઈટ્રાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને સંસ્થાના ઈ. ચા. ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી.જે. પાટગિરી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં ડિન, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગ અધ્યક્ષો અને કર્મચારીઓ જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt