ખાણ લીઝ ઉપર રાખનારને કચેરીમાંથી હેરાન ન કરવા મહિલા સરપંચના પતિ રૂ.75 હજારની લાંચ લેતા ઝડપાયા
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ પર રાખનાર આસામી પાસે ભલસાણ બેરાજા ગામના મહિલા સરપંચના પતિએ ભલસાણ બેરાજા ગ્રામ પંચાયત કચેરી દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં ન આવે તે માટે રૂ.૭પ હજારની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ થયા
ધરપકડ ફાઈલ ફોટો


જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના બેરાજા ગામમાં બેલાની ખાણ લીઝ પર રાખનાર આસામી પાસે ભલસાણ બેરાજા ગામના મહિલા સરપંચના પતિએ ભલસાણ બેરાજા ગ્રામ પંચાયત કચેરી દ્વારા કોઈ હેરાનગતિ કરવામાં ન આવે તે માટે રૂ.૭પ હજારની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ થયા પછી ગોઠવાયેલા છટકામાં સરપંચ પતિ વતી રકમ સ્વીકારતો એક ગ્રામજન ઝડપાઈ ગયો છે. એસીબીએ બંને આરોપીની ધરપકડ કરી છે.

જામનગર તાલુકાના બેરાજા ગામથી ભલસાણ ગામ વચ્ચે એક આસામીએ બેલાની ખાણ લીઝ પર મેળવી હતી તેમાં કોઈ અડચણ ન થાય કે બેરાજા ગ્રામ પંચાયત કચેરી દ્વારા હેરાનગતિ કરવામાં ન આવે તે માટે આ આસામી ધ્યાન રાખતા હતા ત્યારે બેરાજા ગામના મહિલા સરપંચના પતિ દિનેશ તેજાભાઈ જેપારનો સંપર્ક થયો હતો.

સરપંચ પતિએ બેલાની ખાણ વ્યવસ્થિત ચાલે અને તે માટે કોઈ હેરાનગતિ ઉભી ન થાય તે રીતે કામ કરવા માટે આ આસામીને લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું અને રૂ.૭૫ હજારની લાંચ માંગી હતી. લાંચની માગણીથી હેબતાયેલા લીઝધારકે લાંચ-રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યાે હતો અને તેના પગલે રાજકોટ સ્થિત એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલની સૂચનાથી રાજકોટ એસીબીના પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે જામનગર એસીબી ટીમને સાથે રાખી ગઈકાલે છટકુ ગોઠવ્યંુ હતું.

છટકાના ભાગરૂપે લીઝધારકે વાતચીત કર્યા પછી સરપંચ પતિ દિનેશ જેપારે જામનગર-કાલાવડ રોડ પર માટલી ગામના પાટીયા પાસે હમીર દેવરાજ સોલંકી નામના ભલસાણ બેરાજા ગામના શખ્સને તે રકમ આપી દેવાનું કહેતા આ આસામી તથા એસીબીની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં જઈ સરપંચ પતિના કહેવા મુજબ હમીર સોલંકીને તે રકમ સોંપવામાં આવતા જ એસીબીની ટીમ આવી પહોંચી હતી અને સ્થળ પરથી હમીર સોલંકી અને સરપંચના પતિ દીનેશ જેપારની અટકાયત કરી લીધી છે. બંને શખ્સની વિધિવત ધરપકડ કરાયા પછી આજે રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande