સાવરકુંડલા–રાજકોટ નવી બસ સેવા શરૂ : નાગરિકોને આરામદાયક મુસાફરી, શિક્ષણ-રોજગારી અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચ સુલભ
અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) સાવરકુંડલા ખાતે આજે નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના થકી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના નાગરિકોને રાજકોટ સુધી આરામદાયક, સલામત અને સમયસર મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. આ નવી સેવા શરૂ થતાં જ વિસ્તારના લોકોમાં
સાવરકુંડલા–રાજકોટ નવી બસ સેવા શરૂ : નાગરિકોને આરામદાયક મુસાફરી, શિક્ષણ-રોજગારી અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચ સુલભ


અમરેલી, 20 સપ્ટેમ્બર (હિ.સ.)

સાવરકુંડલા ખાતે આજે નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેના થકી સાવરકુંડલા અને આસપાસના વિસ્તારના નાગરિકોને રાજકોટ સુધી આરામદાયક, સલામત અને સમયસર મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. આ નવી સેવા શરૂ થતાં જ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

સ્થાનિક નાગરિકો અને આગેવાનો લાંબા સમયથી સાવરકુંડલા–રાજકોટ વચ્ચે સીધી અને નિયમિત બસ સેવાની માંગ કરી રહ્યા હતા. હવે આ બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રાજકોટ પહોંચવું સરળ બનશે, તેમજ રોજગારી માટે આવતા જતા યુવાનોને પણ મોટી રાહત મળશે. વેપારીઓ માટે પોતાના વ્યવસાયને વિસ્તૃત કરવા અને રાજકોટના બજાર સુધી સરળતાથી પહોંચી શકાય તેવી સુવિધા ઉભી થઈ છે.

આરોગ્યની દૃષ્ટિએ પણ આ નવી સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે. રાજકોટ શહેરના મોટા હોસ્પિટલો અને નિષ્ણાત તબીબી સુવિધાઓ સુધી સાવરકુંડલા તેમજ આજુબાજુના ગામોના નાગરિકોને સરળ પહોંચ મળશે. સમયસર સારવાર મળી રહે તે માટે આ સેવા આશીર્વાદરૂપ બનશે.

લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે સરકાર તથા પરિવહન વિભાગ દ્વારા આ નવી બસ સેવા શરૂ કરવી એ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતી જીવલેણ કડી સાબિત થશે.

નાગરિકોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે હવે તેમને ખાનગી વાહનો કે અનિયમિત વાહન વ્યવસ્થાની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. નિયમિત બસ સેવા શરૂ થતાં મુસાફરોનો સમય બચશે અને મુસાફરી પણ આરામદાયક બનશે.

સાવરકુંડલા–રાજકોટ નવી બસ સેવા માત્ર પરિવહનનું માધ્યમ નહીં, પરંતુ શિક્ષણ, રોજગારી, વેપાર અને આરોગ્ય સેવાઓ તરફનો સરળ માર્ગ બનીને વિસ્તારના વિકાસને નવી દિશા આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande