રણકાર 2025 નવરાત્રી મહોત્સવ માટે પાટણ રોટરેક્ટ ક્લબ દ્વારા ભવ્ય આયોજન
પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની સેવાભાવી સંસ્થા રોટરેક્ટ ક્લબ દ્વારા સતત 17માં વર્ષે ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ મેદાન ખાતે રણકાર 2025 નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે મેદાનમાં એક
રણકાર 2025 નવરાત્રી મહોત્સવ માટે પાટણ રોટરેક્ટ ક્લબનું ભવ્ય આયોજન


પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની સેવાભાવી સંસ્થા રોટરેક્ટ ક્લબ દ્વારા સતત 17માં વર્ષે ભૈરવ મંદિર રોડ પર આવેલા પાંજરાપોળ મેદાન ખાતે રણકાર 2025 નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે મેદાનમાં એક સાથે 8,000 ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી સુવિધા રાખવામાં આવી છે. ટ્રેડિશનલ ગરબા માટે પણ વિશિષ્ટ વ્યવસ્થા કરાઈ છે.

મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે સમગ્ર મેદાનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, તેમજ ફાયર સેફ્ટીની પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. ખેલૈયાઓના આરોગ્ય માટે એમ્બ્યુલન્સ વાન અને તજજ્ઞ ડોક્ટરો સતત હાજર રહેશે. ઉપરાંત સુરક્ષાના ભાગરૂપે સિક્યુરિટી ગાર્ડ્સની નિમણૂક કરવામાં આવી છે અને સમગ્ર મહોત્સવનો વીમો પણ લેવામાં આવ્યો છે.

મહોત્સવ દરમિયાન અંગદાન જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવશે અને વાહન પાર્કિંગ માટે જુદી વ્યવસ્થા કરાઈ છે. ખેલૈયાઓના ઉત્સાહ વધારવા માટે દરરોજ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. આયોજન બેઠકમાં સંસ્થાના પ્રમુખ શિવમ પટેલ, મંત્રી અવનીશ પટેલ, પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલ, ધ્રુવ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન ધવલ પટેલ સહિત કલબના ઘણા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande