જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩૦૦૦ કરોડથી વધુ રકમનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને અર્પણ કર્યા હતા. જે પૈકી જામનગર શહેર-જિલ્લાના અંદાજિત રૂ.૮૩૩ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેનું ગ્રામજનોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
માંડાસણ ગામ સહિત જામનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ પીએમ કુસુમ યોજના ઘટક-સી ફિડર લેવલ સોલરાઈઝેશનના પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેની કુલ ક્ષમતા ૫૦ મેગાવોટ અને આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ૨૦૦ કરોડ છે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન રાઠોડ, અગ્રણીઓ દેવાભાઈ પરમાર, મુકેશભાઇ જોશી, જયેશભાઈ ભાલોડિયા, જામનગર પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ, ઓનીક્સ કંપનીના ડાયરેક્ટર ખિલનભાઈ સાવલિયા સહિત કંપનીના કર્મચારીઓ, ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt