પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે થોડા દિવસો પૂર્વે 20 હજારના 12 લાખ વસૂલી વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે વધુ એક ઈસમ વિરુદ્ધ માસીક 10% વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતો હોવાની રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.દાખલ થયેલી ફરિયાદ મુજબ દિપક ઉર્ફે કારો શિંગડિયાએ તેની બહેનની સગાઈ માટે આરોપી પુંજા ભૂરા મોરી પાસેથી વર્ષ 2015માં રૂપિયા 86,500/- માસીક 10% વ્યાજે લીધા હતા જેનું તે માસિક વ્યાજ ભરતો હતો. ત્રણ વર્ષમાં 3.61 લાખ જેટલી રકમ પરત કરી દીધી હોવા છતાં પુંજા મોરી મૂળ રકમ માટે અવાર-નવાર દબાણ કરતો હતો અને તેને અને તેની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ ઉપરાન્ત પુંજા મોરીએ ફરિયાદી દીપકનું મકાન પણ બળજબરી પૂર્વક તાળા તોડી પડાવી લીધું હતું અને અવાર-નવાર મકાનના દસ્તાવેજ કરી આપવા દબાણ કરતો હતો. પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ચાલેલી ઝુંબેશથી પ્રેરિત થઈ દિપક શિંગડિયાએ રાણાવાવ પોલીસ સ્ટેશન પહોંચી ટેણીયુ રજુઆત કરી પુંજા મોરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya