આદિત્યાણા ગામે બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલા આદિત્યાણા ગામ પાસે બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક અજિતકુમાર સોંદરવાના ભાઈ ભરતકુમાર સોંદરવાએ સામેનું બાઈક GJ-25-N-0558 ના ચાલ
આદિત્યાણા ગામે બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ


પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલા આદિત્યાણા ગામ પાસે બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક અજિતકુમાર સોંદરવાના ભાઈ ભરતકુમાર સોંદરવાએ સામેનું બાઈક GJ-25-N-0558 ના ચાલક વિરુદ્ધ જાણી જોઈ માનવ જિંદગી જોખમાઈ તે રીતે બાઈક ચલાવી અજિતકુમાર સોંદરવાના બાઈક સાથે પોતાનું બાઈક ભટકાવી અજિતકુમારને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનું મોત નિપજાવ્યું હોવાની બી.એન.એસ.ની કલમ 106(1), 281 તથા મોટર વિહિકલ એક્ટ 183, 184 તેમજ 177 મુજબ રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ આ મામલે રાણાવાવ પી.એસ.આઈ. મોરી આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande