સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૫ અંતર્ગત રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું
જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવ
ચિત્ર - રંગોળી સ્પર્ધા


જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે.

જામનગર જિલ્લામાં પણ આ ઉજવણીના ભાગરૂપે નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાલાવડ તાલુકામાં આવેલ મુક્તાબેન કન્યા વિદ્યાલય ખાતે રંગોળી તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિનીઓએ રંગોળી અને ચિત્રના માધ્યમથી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે પ્રકારની સુંદર રંગોળીઓ બનાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande