પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના જાણીતા યુવા નેતા કિશન રાઠોડ વિશિષ્ટ શક્તિ ધરાવતા મનોદિવ્યાંગ બાળકો સાથે DJ ના તાલે એકદિવસીય નવરાત્રી યોજી, છેલ્લા 13વર્ષથી બાળકોમાં ઉત્સાહ-ઉમંગ વધારે છે. નવરાત્રી એટલે માઁ આદ્યશકિતનો તહેવાર જે પુરા દેશમાં હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાય છે. માઁ આદ્યશકિતને 9દિવસ યાદ કરી તેમના નામના નવલા નોરતાના ગીત પર સૌ ખૈલેયાઓ રાસની રમઝટ બોલાવતાં હોય છે ત્યારે યુવા નેતા કિશન રાઠોડ અને તેમની ટીમ છેલ્લા કેટલા વર્ષોથી આ ઉમંગનો તહેવાર જેમનામા અનોખી શક્તિ આપેલી છે.તેવા વિશિષ્ટ બાળકો સાથે ઉજવતી આવી છે. પોરબંદર પાગાબાપા આશ્રમ પાસે આવેલ શિશુકુંજના વિશિષ્ટ શક્તિ ધરાવતા દિવ્યાંગ બાળકો કે જેમના જીવનમાં હર્ષ-ઉલ્લાસ અને ઉમંગ શું છે તેમને ખબર નથી, ત્યારે તેમના જીવનમાં એક રંગ ભરવા અને તેમના જીવનમાં પ્રોત્સાહન પુરુ પાડવા DJ આર્યન ગ્રુપના તાલે એકદિવસીય ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને આ વિશિષ્ટ શક્તિ ધરાવતા મનોદિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા. આ સાથે ટીમના સદસ્યો આર્યન DJ ના તાલે ઝુમી ઉઠયા હતા. અલગ-અલગ રાસની રમઝટ બોલાવી ટીમના તમામ સદસ્યો અને ધારાસભ્ય પણ તેમની સાથે બાળ બનીને રમ્યા હતા. રાસ રમ્યા બાદ તમામ દિવ્યાગ બાળકોને આકર્ષક ગીફટો આપી હતી તેમજ નાસ્તો અને ભોજન કરાવવામા આવ્યું હતું. તમામ રાસોત્સોવમા રમનાર વિધાર્થીઓ વિજેતાઓ તેમ કહી સૌને ગીફ્ટ આપી બિરદાવ્યા હતા. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાએ યુવાન નેતા કિશન રાઠોડ અને તેમની ટીમને છેલ્લા કેટલા વર્ષોથી આ બાળકો સાથે પરિવારની જેમ રહી તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે તે બદલ બિરદાવ્યા હતા.સંસ્થાના સંચાલકોને પણ અભિવાદન આપ્યા હતા કે તે આ બાળકોને સાચવી સારી રાહ દેખાડી રહ્યા છે. આ કાર્યક્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, નિલેષભાઇ બાપોદરા, તીર્થરાજ બાપોદરા, લખન જાડેજા સહિત સામતભાઈ ઓડેદરા, રામભાઈ ઓડેદરા, ભરતભાઈ ઓડેદરા, થનગનાટ ગ્રુપના માલદેભાઈ મોઢવાડિયા, મહેન્દ્રસિંહ જાડેજા, સિધ્ધાર્થ ગોસાઈ તેમજ ટીમના જયદિપ સોંલંકી, રાજ પોપટ, ઉમેશરાજ બારૈયા, ચિરાગ વદર, યશરાજ ચુડાસમા, ચિરાગ ચાંચિયા, બિરજૂ શિંગરખિયા, દિક્ષિત પરમાર, નિખિલ દવે, ભરત ખરા સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી બાળકોને આનંદ કરાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya