પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)રાજકોટના સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ જયસુખભાઈ રામભાઈ અવાડિયા દ્વારા પોરબંદરના વિવાદિત પેરેડાઈઝ સિનેમાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. આ અરજીમાં રાજ્ય સરકાર, પોરબંદર કલેક્ટર, ટાઉન પ્લાનિંગ અધિકારી, જીગ્નેશ કારિયા સહિત 7 લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. આ અરજી મામલે અરજદારના વકીલ દ્વારા દલીલ આપવામાં આવી હતી કે અરજદાર જિલ્લા પંચાયતના નિવૃત કર્મચારી અને આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ છે. લોકલ સમાચાર પત્રોના આધારે તેમના ધ્યાને આ બાબત આવી છે એટલા માટે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી અરજીનો નિકાલ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya