પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં બિરલા હોલ ખાતે મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના શુભારંભ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં નૃત્ય નાટિકા દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો.
જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છતાનું મહત્વ સમજાવતું નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને નૃત્ય નાટિકા દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. અને સ્વચ્છતાના સંદેશની નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવા બદલ મહાનુભાવો સહિતનાં લોકોએ પણ પ્રસન્તતા દર્શાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya