વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025: લાઇલ્સે ઉસૈન બોલ્ટની બરાબરી કરી, સતત ચોથી વખત 200 મીટરનો ખિતાબ જીત્યો
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શુક્રવારે અમેરિકન દોડવીર નોઆ લાઇલ્સે ઇતિહાસ રચ્યો. તેણે 200 મીટર ઇવેન્ટમાં શાનદાર વિજય સાથે ઉસૈન બોલ્ટના સતત ચાર 200 મીટર ટાઇટલના રેકોર્ડની બરાબરી કરી.
ીસબ


નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ટોક્યોમાં વર્લ્ડ એથ્લેટિક્સ

ચેમ્પિયનશિપમાં શુક્રવારે અમેરિકન દોડવીર નોઆ લાઇલ્સે ઇતિહાસ રચ્યો. તેણે 200 મીટર ઇવેન્ટમાં

શાનદાર વિજય સાથે ઉસૈન બોલ્ટના સતત ચાર 200 મીટર ટાઇટલના રેકોર્ડની બરાબરી કરી.

લાઇલ્સે તેની પ્રિય 200 મીટર ઇવેન્ટમાં 19.52 સેકન્ડનો સમય કાઢ્યો. તેણે અગાઉ 100 મીટરમાં બ્રોન્ઝ

મેડલ જીત્યો હતો. બોલ્ટે 2009 અને 2015 વચ્ચે સતત ચાર 200 મીટર ટાઇટલ

જીત્યા હતા, જેમાં કુલ 11 વિશ્વ સુવર્ણ

ચંદ્રકો અને આઠ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકો મેળવ્યા હતા.

લાઇલ્સના દેશબંધુ કેની બેડનારેકએ, ફાઇનલમાં 19.58 સેકન્ડના સમય

સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.જ્યારે જમૈકાના

બ્રાયન લેવલે 19.64 સેકન્ડમાં

બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બોત્સ્વાનાના ઓલિમ્પિક ચેમ્પિયન લેટ્સાઇલ ટેબોગો ચોથા

સ્થાને રહ્યા, ફક્ત 0.01 સેકન્ડથી પોડિયમ

ચૂકી ગયા.

સેમિફાઇનલમાં પણ લાયલેસ પ્રભાવશાળી રહ્યા, જ્યાં તેમણે 19.51 સેકન્ડનો સમય

કાઢ્યો, જે ચેમ્પિયનશિપ

ઇતિહાસનો સૌથી ઝડપી સમય હતો. ફાઇનલમાં શરૂઆતમાં જ પાછળ રહી ગયા છતાં, તેમણે છેલ્લા 100 મીટરમાં પોતાની

જબરદસ્ત ગતિ દર્શાવીને ચોથા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચ્યા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande