સુરત: 24 કલાકમાં 23 બાળકના જન્મથી હોસ્પિટલમાં ખુશીની લહેર
સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરની ડાયમંડ હોસ્પિટલ (માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ)માં ગઈ તા. 19 સપ્ટેમ્બર 2025ના રોજ માત્ર 24 કલાકમાં 23 બાળકોનો જન્મ થયો, જેમાં 14 દીકરીઓ અને 9 દીકરા હતા. દરેક કલાકે લગભગ એક બાળકનો જન્મ થ
ડાયમંડ હોસ્પિટલ


સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરની ડાયમંડ હોસ્પિટલ (માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ)માં ગઈ તા. 19 સપ્ટેમ્બર 2025ના રોજ માત્ર 24 કલાકમાં 23 બાળકોનો જન્મ થયો, જેમાં 14 દીકરીઓ અને 9 દીકરા હતા. દરેક કલાકે લગભગ એક બાળકનો જન્મ થતો રહ્યો, જેના કારણે હોસ્પિટલનો લેબર રૂમ સતત બિઝી રહ્યો.

બાળકોના ખિલખિલાટથી હોસ્પિટલનું વાતાવરણ ખુશી અને ઉમંગથી ગુંજ્યું. ડોક્ટર અને નર્સો દ્વારા આ પ્રસંગનેતી વીડિયો બનાવવામાં આવ્યા અને કેટલીક નર્સોએ તો સેલ્ફી પણ કરી. આ શુભ અવસરે ગાયનેકોલોજિસ્ટ ડૉ. ભાવેશ પરમાર, ડૉ. કલ્પના પટેલ, ડૉ. ઝીલ ગજેરા, ડૉ. અર્ચિંત કંથારિયા, ડૉ. દર્શન વિરાણી, ડૉ. ઉત્સવ સવાણી સહિત પેડિયાટ્રિશિયન વિભાગના ડૉ. અર્પેશ સિંઘવી, ડૉ. દિવ્યા રંગુનવાલા અને અન્ય સ્ટાફે પોતાનો ઉત્સાહ બતાવ્યો.

હૉસ્પિટલની OPD રોજ સામાન્ય 1000 દર્દીઓની સેવા આપે છે અને મહિને 300–350 ડિલીવરી થાય છે. નોર્મલ ડિલીવરી માટે ચાર્જ માત્ર ₹1,800 અને દીકરી જન્મે તો તે ફ્રી છે. સિઝેરિયન ડિલીવરી માટે ચાર્જ ₹5,000, દીકરી જન્મે તો ₹3,200 લેવામાં આવે છે.

હૉસ્પિટલ દ્વારા “બેટી બચાવો, બેટી વધાવો” યોજનાને અનુસરીને, કોઈ દંપતીને એકથી વધુ દીકરી જન્મે તો દરેક દીકરીને ₹1 લાખનો બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી 2,500 દીકરીઓને, કુલ ₹25 કરોડના બોન્ડ આપવામાં આવ્યા છે. ટ્રસ્ટી અને મેનેજમેન્ટે ડોક્ટર-સ્ટાફને અભિનંદન પાઠવીને આ ઉમદા કાર્યની પ્રશંસા કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande