સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): અડાજણ, હની પાર્ક રોડ વિસ્તારમાં રહેતા વેપારીને હેટ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ દર્શીતભાઈ નિલેશકુમાર ઠક્કર (રહે, માધવ જ્યોત એપાર્ટમેન્ટ, હની પાર્ક રોડ, પ્રતિક રો હાઉસ પાસે, અડાજણ) દમણમાં લા મોજીલા નામની રૂમ્સ એન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે. ઓગસ્ટ 2023માં તેમને હોટલમાં મુહમ્મદ માસુમ અબ્દુલકાદીર ફાતીવાલા (રહે, મોટા ઘાંચીવાડ, વલસાડ) મળ્યો હતો અને પોતે વાપીમાં મેઈન બજાર રોડ ખાતે અમર માર્કેટમાં ફાતીવાલા ઈન્ટરનેશનલ એક્ષ્પોર્ટ કાર્ગો સર્વિસ નામથી મની એક્ષચેન્જ અને ફોરેક્ષ ટ્રેડીંગનો ધંધો કરે છે. અને આ ધંધામાં નાણાની ખુબ જ જરૂરીયાત હોય છે. આ ધંધામાં સારો રીટર્ન પણ મળે છે. અને રોકાણ કરેલ મુડી પર જાહેર રજાઓ સિવાય રોજનું એકથી બે ટકા રીટર્ન મળે છે. તેવી લોભામણી વાતો કરી ધંધામાં રોકાણ કરવા જણાવ્યું હતું.
મુહમ્મદ માસુમ ફાતીવાલાની વાતોમાં વિશ્વાસમાં આવી દર્શિત ઠક્કરે 1,24,00,000નું રોકાણ કયું હતું. જેની સામે તેમનો નફા પેટે 75,56,690 લેવાના નિકળતા હતા. તેમજ અગાઉના રૂપિયા 48,50,000 મળી કુલ રૂપિયા 2,38,56,690 લેવાના નિકળતા હતા. આ પૈસાની અવારનવાર માંગણી કરતા છતાંયે મુહમ્મદ માસુમ ફાતીવાલા આપતા ન હતા અને તેના ઘરે ઉઘરાણી કરવા માટે જતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આખરે દર્શીત ઠક્કરે આ અંગે ડિસેમ્બરમાં પોલીસમાં ફરિયાદ કરતા મુહમ્મદ માસુમ ફાતીવાલા તેને ઘરે આવી હિસાબ કરી રૂપિયા 1,24,00,000 આપવાના નક્કી થયા હતા અને તે રકમના ચેકો લખી આપ્યા હતા. ત્યારબાદ પણ મુહમ્મદ માસુમ ફાતીવાલા પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ મોબાઈલ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આખરે દર્શીત ઠક્કરે બનાવ અંગે ગતરોજ ફરિયાદ નોîધાવતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે