પાટણમાં હેલ્મેટ યાત્રાથી આપનો અનોખો વિરોધ
પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.): આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બિસ્માર રસ્તાઓ સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાર્ટીના કાર્યકરોએ સુભાષ ચોકથી બગવાડા દરવાજા સુધી હેલ્મેટ પહેરીને પદયાત્રા કાઢી. તેમણે કહ્યું કે પાટણના રસ્તાઓની હાલત એટલી બાકાર છ
પાટણમાં હેલ્મેટ યાત્રાથી આપનો અનોખો વિરોધ


પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.): આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બિસ્માર રસ્તાઓ સામે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાર્ટીના કાર્યકરોએ સુભાષ ચોકથી બગવાડા દરવાજા સુધી હેલ્મેટ પહેરીને પદયાત્રા કાઢી. તેમણે કહ્યું કે પાટણના રસ્તાઓની હાલત એટલી બાકાર છે કે હવે નાગરિકોને ચાલવા માટે પણ હેલ્મેટ પહેરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

કાર્યકરોએ રસ્તાના ખાડાઓમાં બેસીને પાટણ નગરપાલિકા અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. શહેરના રસ્તાઓ નાગરિકોના જીવ માટે જોખમરૂપ બન્યા છે છતાં શાસક પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા, એવો આક્ષેપ કરવામાં આવ્યો.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, શહેર પ્રમુખ ઉત્તમભાઈ ડોડીયા, તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર, જિલ્લા ખજાનચી મનુભાઈ ઠક્કર, શહેર એસ.સી. સેલ પ્રમુખ જીતુભાઈ પરમાર, શહેર સહ પ્રભારી નિર્મલભાઈ સોલંકી, દીપકભાઈ શર્મા અને મુનીરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande