જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના મોટા થાવરીયા ગામમાં એક ખેતર ફરતે બનાવવામાં આવેલી લોખંડની ફેન્સીંગ એક જેસીબી ચાલકે અન્ય એક શખ્સના કહેવાથી તોડી નાખી રૂ.૧૫ હજારનું નુકસાન કર્યાની જમીનના માલિક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં ખેતીની જમીન ધરાવતા અને વડોદરામાં ઈલોરા પાર્કમાં વસવાટ કરતા શોભનાબેન તુલસીભાઈ ચોવટીયા નામના મહિલાની જમીન ફરતે લોખંડની વાયરથી ફેન્સીંગ બનાવવામાં આવી હતી.
તે ફેન્સીંગમાં બુધવારની રાત્રે એક જેસીબી ચાલકે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી નુકસાન સર્જયું છે. તેની જાણ થતાં શોભનાબેને તેઓના ખેતરની ફેન્સીંગ તોડી નાખનાર જેસીબી ચાલક અને આ કૃત્ય વિજય વિક્રમભાઈ ડેરના કહેવાથી કરાયાનું જણાવી બંને સામે પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt