પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરાયુ
પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વી.જે મોઢા કોલેજ તથા એસ.એમ. જાડેજા આર્ટ્સ & કોમર્સ કોલેજ, કુતિયણા ખાતે વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું
પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરાયુ.


પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરાયુ.


પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરાયુ.


પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરાયુ.


પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વી.જે મોઢા કોલેજ તથા એસ.એમ. જાડેજા આર્ટ્સ & કોમર્સ કોલેજ, કુતિયણા ખાતે વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગત તારીખ 16 સપ્ટેમબર 2025 ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રી વી.જે મોઢા કોલેજ, પોરબંદર તથા એસ.એમ. જાડેજા આર્ટ્સ & કોમર્સ કોલેજ, કુતિયણા ખાતે વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનારનું સુચારૂ આયોજન કરવામાં આવ્યુ હતુ.

ઉપસ્થિત મહેમાનોના સ્વાગત બાદ સદરહુ સેમિનારમાં વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રના ઓવરસીઝ કાઉન્સેલર હમિરભાઈ ચૌહાણ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર અને અભ્યાસ અંગે મહત્વપુર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ સેમિનારમાં પાસપોર્ટ ઇસ્યુ થવા માટેની પ્રક્રિયા, નિયમો, દસ્તાવેજો, વિઝા, વિદેશમાં અભ્યાસ/રોજગારીની તકો, લોન, સરકારી યોજનાઓ, વિદેશ ગમન માટે તથા ફ્રોડ તથા અન્ય વિદેશ રોજગારને લગતા મુદ્દાઓ વિષે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.

આ સેમિનારમાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો ત્યારે વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓના વિદેશ રોજગારલક્ષી પ્રશ્નોનું સામાધાન આપવામાં આવ્યુ હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande