વિદેશી ધમકીઓ સામે એક થવાને બદલે, વિપક્ષ વડાપ્રધાન મોદી પર નિશાન બનાવી રહ્યું છે: કંવલ સિબ્બલ
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ કહે છે કે,” વિદેશી ધમકી સામે એક થવાને બદલે, વિપક્ષ વડાપ્રધાન મોદી પર નિશાન બનાવી રહ્યું છે.” તેમનું કહેવું છે કે,” ટ્રમ્પના ભારત વિરોધી પગલાં માટે વડાપ્રધાન મોદીને, દો
વિદેશી ધમકીઓ સામે એક થવાને બદલે, વિપક્ષ વડાપ્રધાન મોદી પર નિશાન બનાવી રહ્યું છે: કંવલ સિબ્બલ


નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલ કહે છે

કે,” વિદેશી ધમકી સામે એક થવાને બદલે, વિપક્ષ વડાપ્રધાન મોદી પર નિશાન બનાવી રહ્યું છે.” તેમનું

કહેવું છે કે,” ટ્રમ્પના ભારત વિરોધી પગલાં માટે વડાપ્રધાન મોદીને, દોષ આપવાથી

આપણો પ્રતિકાર નબળો પડે છે.”

ભૂતપૂર્વ વિદેશ સચિવનું આ નિવેદન ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા

H1B વિઝા પર ફી

વધારાના પ્રતિભાવમાં આવ્યું છે. મોટાભાગના H1B વિઝા લાભાર્થીઓ ભારતીય છે. તેઓ અમેરિકન કંપનીઓમાં

વ્યાવસાયિક અભાવને પૂર્ણ કરે છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેમનું

નિવેદન શેર કરતાં કહ્યું કે,” કંવલ સિબ્બલ એક અત્યંત બૌદ્ધિક, સંપૂર્ણ ગંભીર

અને વિદ્વાન રાજદ્વારી છે,

જે તેમના તીક્ષ્ણ

અને અત્યંત સુસંગત વિચારો માટે જાણીતા છે. હું તેમનું દુઃખ સમજી શકું છું, જેના કારણે તેમને

કોંગ્રેસ પ્રમુખને આ ઉત્તમ સલાહ આપવા માટે મજબૂર કર્યા. રાજકારણ રમવા માટે આપણી

પાસે પૂરતો સમય અને જગ્યા છે, પરંતુ જ્યારે રાષ્ટ્રીય હિતોની વાત આવે છે, ત્યારે આપણે બધાએ

ભારત માટે બોલવું જોઈએ.”

કોંગ્રેસ પ્રમુખે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા મોદી સરકાર પર

હુમલો કરવાના નિર્ણય પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે,” ભારતીય રાષ્ટ્રીય હિતો

સર્વોપરી છે. ગળે મળવું, ખાલી સૂત્રોચ્ચાર

કરવા, કોન્સર્ટનું

આયોજન કરવું અને લોકોને મોદી, મોદી ના નારા લગાવવા એ, વિદેશ નીતિ નથી! વિદેશ નીતિ

આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા, ભારતને પ્રથમ સ્થાન આપવા અને સમજદારી અને સંતુલન સાથે

મિત્રતા જાળવવા વિશે છે. તેને ફક્ત બારીના પાટિયા તરીકે ગણી શકાય નહીં, જેનાથી આપણી

લાંબા ગાળાની પ્રતિષ્ઠાને નુકસાન થવાનું જોખમ રહે છે.”

આનો જવાબ આપતા, ભૂતપૂર્વ રાજદ્વારી સિબ્બલે કહ્યું કે,” ટ્રમ્પ તેમના સાથીઓ

સહિત દરેક સાથે વિચિત્ર વર્તન કરી રહ્યા છે. તેમણે યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા, કેનેડા અને

મેક્સિકોનું પણ એ જ રીતે અપમાન કર્યું છે.” તેમણે પૂછ્યું કે,” શું વિપક્ષ એ

હકીકતનો વિરોધ કરે છે કે ભારત તેની વિદેશ નીતિ અંગે યુએસના નિર્દેશોનું પાલન

કરવાનો ઇનકાર કરી રહ્યું છે. પાકિસ્તાનથી વિપરીત, અમે ટ્રમ્પના પરિવાર અને નજીકના સહયોગીઓ સાથે

તેમની સદ્ભાવના મેળવવા માટે કોઈ વ્યવસાયિક સોદા કર્યા નથી, જેના પર કોઈપણ

સંજોગોમાં વિશ્વાસ કરી શકાય નહીં. ઘરેલુ રાજકારણ માટે ગંભીર બાહ્ય પડકારનો ઉપયોગ

શા માટે કરવાનો પ્રયાસ કરવો?”

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande