જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) :
નવલા નોરતાના આગમનને એક જ દિવસ બાકી રહયો છે ત્યારે જેના વગર નવરાત્રીની ઉજવણી અધુરી માનવામાં આવે છે તેવા ગરબાની બજારમાં માંગ ધીમે ધીમે જોવા મળી રહી છે જામનગરમાં અવનવા ગરબા બનાવવામાં આવે છે જે ૧૦૦ રૂપિયા થી માંડી ૧૦૦૦ રૂપિયા સુધીના હોય છે એક ગરબો બનાવવામાં ૨.૫ દિવસ જેવો સમય લાગે છે ત્યારબાદ ગરબા બનાવનારા હોલસેલવાળાને વેચે છે ત્યા આ ગરબાનું નકશી કામ થાય છે.
ગરબામાં ૨૭ છીદ્રો હોય છે હાલમાં જામનગરમાં બાંધણીભાત અને ઘરચોળા ભાતવાળા ગરબાની માંગ વધુ છે ગરબા પ્રજાપતી સમાજના સભ્યો દ્વારા બનાવવામાં આવતા હોય છે તે લોકો માટી વેચાતી લઇને ચાકળા પર ગરબો બનાવે છે ત્યારબાદ તેને તડકામાં સુકવીને નિંભાળામાં રાખવામાં આવે છે જામનગરના નિકુંજભાઇ તથા રવિભાઇ વાડોલીયા ગરબા બનાવે છે અને તેમને આજકાલ સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે ગરબા બનાવવાની માટીનો ભાવ ટનના ૧૫૦૦ રૂપિયા ચાલી રહયા છે સરકાર તરફથી માટી કામમાં સહાય મળે છે તેમજ ૭૫% ચાકળો અને સાધન સહાય મળે છે તેમજ સરકાર તરફથી બે કારીગરો વચ્ચે ૧૦૦% સબસીડી પણ મળે છે.
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા નયનાબેન સંચાણીયા દ્વારા ગરબા બનાવવામાં આવે છે નવરાત્રીના બે માસ અગાઉથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવે છે હાલમાં જામનગરની બાંધણી અને ઘરચોળાની ડિઝાઇન વાળા ગરબા ખુબ જ ફેમસ છે અને તેની મોટા માંગ જોવા મળે છે ગરબામાં જુદા જુદા રંગો પુરી તેમાં બાભલા, સતારા મોતી ટાંકવામાં આવે છે જેને લઇને ગરબાનું રૂપ અલૌકીક બને છે હાલમાં ગરબા બજારના ભાવની વાત કરીએ તો રૂ.૫૦ થી લઇને ૧૦૦ સુધીના જુદા જુદા દરેક વર્ગને પરવળળે તેવા ગરબા અમાીર પાસે ઉપલબ્ધ છે.
ગરબામાં કારીગરાઇ અને તેની સાઇઝ પ્રમાણે ભાવમાં ચળાવ ઉતાર જોવા મળતા હોય છે જો કે ગત વર્ષની સરખામણી એ ગરબાના કાચા માલના ભાવમાં વધારો નોંધાતા હાલ ગરબાની કિંમતમાં વધારો થયો છે અમે લોકોની માંગને અનુરૂપ જુદી જુદી વેરાઇટીઓમાં ગરબા બનાવીએ છીએ સામાન્ય રીતે અત્યાર સુધીના સમયમાં મરૂન અને લાલ રંગના ગરબા જ જોવા મળતા હતા પરંતુ હવે ગરબામાં જુદા જુદા રંગ જોવા મળે છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની ઘટ સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે ઘટ સ્થાપના માટે બજારમાં અલગ અલગ ડિઝાઇનના ગરબા જોવા મળે છે અત્યારે બજારમાં પ્રિન્ટેડ ગરબાનો ટ્રેડ ચાલી રહયો છે અત્રે ઉલ્લેખનિય છે કે નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે છીદ્રો વાળી નાની માટલી (ગરબો) જેને ઘટ અથવા ગર્ભ પણ કહેવાય છે તેની ચારે બાજુને પાંદડા થી શણગારીને તેની અંદર માં અંબાની જયોત પ્રગટાવવામાં આવે છે. ગરબામાં ખડી કામ કરી કાણા પાડયા બાદ કલરકામ અને પ્રિન્ટનું કામ કરવામાં આવે છે તેને અવનવા મોતી અને કાચથી અલગ અલગ રંગોથી સુશોભિત કરવામાં આવે છે.
નવરાત્રી પર્વમાં ગરબાનુ વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ પણ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવનીકરણ કરીને નવી ડિઝઇન સાથે ગરબા તૈયાર કરે છે જામનગરમાં પ્રજાપતી પરીવાર માટીથી ગરબા બનાવીને તેને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરે છે જેની નવરાત્રી દરમિયાન ખુબ માંગ રહેતી હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt