પ્રધાનમંત્રીએ જીએસટી સુધારાને બચતનો ઉત્સવ ગણાવ્યો, ભારતીયો ₹2.5 લાખ કરોડ બચાવશે
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાને બચતનો ઉત્સવ ગણાવ્યો. તેમણે કહ્યું કે,” નાગરિક દેવો ભવ (નાગરિક ભગવાન છે) ની ભાવનાથી અ
નમો


નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રિની શરૂઆતના એક દિવસ પહેલા

રવિવારે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી સુધારાને

બચતનો ઉત્સવ ગણાવ્યો. તેમણે કહ્યું કે,” નાગરિક દેવો ભવ

(નાગરિક ભગવાન છે) ની ભાવનાથી અમલમાં મુકાયેલા સરકારના કર સુધારાઓએ છેલ્લા એક

વર્ષમાં નાગરિકોને ₹2.5 લાખ કરોડ

બચાવ્યા છે.”

રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,” જીએસટી સુધારાથી

મોટાભાગની દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી થશે.”

તેમણે જણાવ્યું હતું કે,” મોટાભાગની

ચીજવસ્તુઓ હવે 5% કરવેરાના

દાયરામાં આવશે. આનાથી ખોરાક, પીણા અને મુસાફરી પણ સસ્તી થશે.” તેમણે ફરી એકવાર સ્વદેશી

ચીજવસ્તુઓ માટે અપીલ કરી,

દેશના લોકોને

ભારતમાં બનેલા ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

તેમણે કહ્યું કે,” વિકસિત

ભારત માટે આત્મનિર્ભર ભારત મહત્વપૂર્ણ છે.”

તેમણે કહ્યું કે,” સ્વદેશીના મંત્રથી દેશની સ્વતંત્રતા

મજબૂત થઈ છે. તેવી જ રીતે,

દેશની સમૃદ્ધિ પણ

સ્વદેશીના મંત્ર દ્વારા સંચાલિત થશે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત પ્રાપ્ત

કરવામાં નાના, મધ્યમ અને

સૂક્ષ્મ ઉદ્યોગો (MSME) ની ભૂમિકા પર

પ્રકાશ પાડ્યો અને તેમને વૈશ્વિક સ્તરે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરતી વખતે

દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કામ કરવા પ્રોત્સાહિત કર્યા.”

તેમણે જણાવ્યું કે,” ભારતના સુવર્ણ યુગ દરમિયાન, આ ઉદ્યોગોએ

ભારતની પ્રતિષ્ઠા બનાવી હતી અને તેમણે તે ગૌરવ પુનઃસ્થાપિત કરવું જોઈએ.”

પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે,” જીએસટી લાગુ થયા પહેલા, દેશની અંદર એક

જગ્યાએથી બીજી જગ્યાએ માલનું પરિવહન કરવું મોંઘુ અને મુશ્કેલ હતું. બેંગલુરુથી

હૈદરાબાદ માલ મોકલવાનું બેંગલુરુથી યુરોપ કરતાં સરળ હતું અને તેનાથી વિપરીત.

અસંખ્ય કર જટિલતાઓ હતી, જેનો ખર્ચ આખરે

ગ્રાહક પર પડતો હતો. તેમની સરકારે, તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી, તાત્કાલિક જીએસટી

લાગુ કર્યો અને તેમાં સતત સુધારો કરી રહી છે. તેમણે રાજ્ય સરકારોને તેમના સંબંધિત

રાજ્યોમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ આપીને આત્મનિર્ભર ભારત પહેલ અને સ્વદેશી

કાર્યક્રમને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. રોકાણ આકર્ષવા માટે અનુકૂળ વાતાવરણ

બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande