નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ રવિવારે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર રાષ્ટ્રને પ્રેરણાદાયક સંબોધનનું સ્વાગત
કર્યું. કૈટના રાષ્ટ્રીય
મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,” વડાપ્રધાને માત્ર
વેપારી સમુદાયને આશ્વાસન આપ્યું નથી પરંતુ કર પ્રણાલીમાં 1.4 અબજ ભારતીયોનો
વિશ્વાસ પણ મજબૂત કર્યો છે.”
સાંસદ ખંડેલવાલે કહ્યું કે,” વડાપ્રધાન મોદીના સંબોધનથી ફરી
એકવાર સાબિત થયું છે કે, જીએસટી માત્ર કર સુધારણા નથી, પરંતુ પારદર્શક, સરળ અને
પ્રગતિશીલ અર્થતંત્ર બનાવવા માટે એક શક્તિશાળી સાધન છે. આગામી પેઢીના જીએસટીનું
તેમનું વિઝન વેપારીઓ, ગ્રાહકો અને
ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનતું જોવા ઇચ્છતા દરેક નાગરિકની
આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.”
કૈટના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે,” વડાપ્રધાન મોદીનો
પાલનમાં સરળતા, કરનો બોજ ઘટાડવા, પારદર્શિતા
વધારવા અને વપરાશને પ્રોત્સાહન આપવાનો સ્પષ્ટ સંદેશ વેપારી સમુદાયમાં નવી ઊર્જા
લાવ્યો છે.” તેમણે કહ્યું કે,” કૈટ સરકાર સાથે, ખભે ખભા મિલાવીને કામ કરવા માટે
પ્રતિબદ્ધ છે. જેથી જીએસટી સુધારાના લાભ દરેક નાના વેપારી, દરેક ગ્રાહક અને
દેશના દરેક ખૂણા સુધી પહોંચે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ