પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો
પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત શહેરી આજીવિકા મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મ નિર્ભરનિધિ પી એમ સ્વાનિધિ 2.0 અંતર્ગત પોરબંદર શહેરમાં આવેલ મહાનગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવા
પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો.


પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો.


પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો.


પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળાનો શુભારંભ કરાયો.


પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત શહેરી આજીવિકા મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મ નિર્ભરનિધિ પી એમ સ્વાનિધિ 2.0 અંતર્ગત પોરબંદર શહેરમાં આવેલ મહાનગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લોક કલ્યાણ મેળોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મહાનગર પાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 10 હજાર રૂપિયાની લોન સરકાર આપતી હતી. અને હવે તેમાં વધારો કરી આ યોજના અંતર્ગત 15 હજાર રૂપિયા આપવાનું આયોજન થયું છે. ત્યારે પ્રથમ લોન સફળતાપૂર્વક પૂર્ણ કરનારને 20 હજારના બદલે 50 હજારની લોન અપાય છે. ત્યારે આ યોજનાનો શુભારંભ લોક કલ્યાણ મેળામાં કરાયો છે. અને મહાનગરપાલિકાની કચેરી ખાતે આગામી બીજી ઓક્ટોબર સુધી લોક કલ્યાણ મેળાની કામગીરી કાર્યરત હોવાથી જેનો લાભ લેવા જણાવવામાં આવ્યું હતું.

હાલ 150 લાભાર્થીઓએ સફળતાપૂર્વક લોનની ભરપાઈ કરી આપી હોવાથી 25 હજાર રૂપિયાની લોનના ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે લાભાર્થીઓને લોન મળે છે, તેને સ્વનિધિ કાર્યક્રમ હેઠળ એન એફ એસ એ યોજનામાં આવરી તેઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના સહિતના લાભ આપવા માટે બેંકો પણ આ લોક કલ્યાણ મેળામાં જોડાય છે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત પોતાના આવાસ બનાવવા માટ 4 લાખની સહાય મંજૂર કરેલ હોય તેના પ્રશંસનીય પત્રો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત નાના ધંધાર્થીઓને મળતી સહાયના લાભ અને લોનના ચેક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર બી વી સંચાણીયા,મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલ, મનન ચતુર્વેદ ,અગ્રણી અશોકભાઈ મોઢા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande