પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): વરસાદને લીધે ખરાબ થયેલા રોડ રસ્તાની મરામતની કામગીરી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.આજે માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના મહોબતપરાથી બાવળાવદર રોડના અંદાજિત ત્રણ કિલોમીટર અંતરની પેચવર્ક અને પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેને લીધે નાગરિકોને વાહનવ્યવહારમાં પડતી અગવડતામાં રાહત થશે.
ઉલ્લેખનીય છે કે કુતિયાણા તાલુકામાં વરસાદ વિરામ લીધાની સાથે જ ક્ષતિગ્રસ્ત થયેલા મગ મકાન વિભાગ પંચાયત હસ્તકના પેચવર્ક, પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya