ડેડિયાપાડા કોર્ટના ભરણપોષણના ગુનાનો આરોપી સીનાડાથી ઝડપાયો
એક મહિના પહેલા તેને કોર્ટે સજા કરી હતી ત્યારથી ફરાર હતો વાલિયા પોલીસે તેના ગામ તપાસ કરી ત્યાં હોવાથી કોર્ડન કરી ઘરે જ ઝડપી પાડ્યો વાલિયા પોલીસે આરોપીને ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ ધરી હતી ભરૂચ 21 સપ્ટેમ્બર (હિ.સ.) ભરણપોષણના ગુન્હામાં ફ
ડેડિયાપાડા કોર્ટના ભરણપોષણના ગુનાનો આરોપી સીનાડાથી ઝડપાયો


એક મહિના પહેલા તેને કોર્ટે સજા કરી હતી ત્યારથી ફરાર હતો

વાલિયા પોલીસે તેના ગામ તપાસ કરી ત્યાં હોવાથી કોર્ડન કરી ઘરે જ ઝડપી પાડ્યો

વાલિયા પોલીસે આરોપીને ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ ધરી હતી

ભરૂચ 21 સપ્ટેમ્બર (હિ.સ.)

ભરણપોષણના ગુન્હામાં ફેમિલી કોર્ટ ડેડિયાપાડામાં હાજર નહી થઈ એક મહિનાથી નાસતાફરતા સજા વોરંટના આરોપીને વાલિયા પોલીસે ઝડપી લીધો.છેલ્લા એક મહીનાથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને વાલિયા પોલીસે ઝડપી લીધો હતો.ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુના હેઠળ નાસતાફરતા,વોન્ટેડ અને સજા વોરંટના નાસતાફરતા આરોપીઓને અસરકારક કામગીરી કરી ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને વાલિયા પીઆઇ એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ પોઆર લીસ ટીમ દ્વારા આવા નાસતાફરતા આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ફેમીલી કોર્ટ ડેડીયાપાડા જિ.નર્મદાના ભરણ પોષણના કેસમા સજા પામેલ ફરાર આરોપી મેહુલ મનહર વસાવા રહે. સીનાડા તા.વાલિયા જિ.ભરૂચના સીનાડા ખાતે તેના ઘરે હાજર છે.પોલીસને મળેલ બાતમીના આધારે સીનાડા ગામે જઇને તેના ઘરને કોર્ડન કરીને મેહુલ વસાવાને પકડી લીધો હતો. વાલિયા પોલીસ દ્વારા સદર આરોપીને ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande