વડોદરા, 21 સપ્ટેમ્બર (હિ.સ.)- પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે‘સ્વચ્છતા એ જ સેવા-2025’અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણ અને જન-જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમ આયોજિત કર્યો.
આ પહેલ હેઠળ મંડળના 109 વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા, જેમાં લગભગ 450 સહભાગીઓએ સક્રિયરૂપે ભાગ લીધો અને કુલ 1164 છોડ વાવ્યા.
યાત્રીઓમાં હરિયાળી અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતાને જાગૃત કરવાના ઉદ્દેશથી રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. સાથે જ, સ્વચ્છતા અને જન-જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વડોદરા રેલવે સ્ટેશન સંકુલમાં શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેની યાત્રીઓએ ઉત્સાહપૂર્વક પ્રશંસા કરી. વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમ મારફતે વડોદરા મંડળે ફક્ત“હરિત ભારત”ના સંકલ્પને મજબૂત જ નથી કર્યું, પરંતુ કર્મચારીઓ અને નાગરિકો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ અને સહભાગીતાની ભાવનાને પણ પ્રોત્સાહિત કરી છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા ધરતીને વધુ હરિયાળી બનાવવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે