પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.): પોષણ માસ 2025 અંતર્ગત પૌષ્ટિક આહાર અને પોષણ વિશે જાગૃતિ લાવવા પોરબંદર ઘટક - 1 ના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું, બાળકો , સગર્ભા માતા અને કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી અને C.M.T.C અને N.R.C અંગે જાગૃતતા આવે તે માટે સમજ અને લાભાર્થીઓને સુવિધા આપવામાં આવી હતી.
વધુમાં પોષણ સંગમ કાર્યકર અંગે સમજૂતી આપવામાં આવી હતી. અને ઘટક - ની 146 આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ એક્ટિવિટી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya