સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું 42મું સમૂહલગ્ન, નિઃશુલ્ક લગ્ન આયોજનથી અનેક પરિવારોને રાહત
અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કોળી સમાજ દ્વારા દર વર્ષે સામાજિક એકતા અને માનવસેવાના ઉદ્દેશ સાથે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા કોળી શક્તિ યુવક મંડળ – અમરેલી દ્વારા આ વર્ષે 42મું સમૂહલગ્ન ભવ્ય રીતે યોજ
સૌરાષ્ટ્રમાં કોળી સમાજનું 42મું સમૂહલગ્ન: નિઃશુલ્ક લગ્ન આયોજનથી અનેક પરિવારોને રાહત


અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): સૌરાષ્ટ્રમાં રહેતા સમસ્ત કોળી સમાજ દ્વારા દર વર્ષે સામાજિક એકતા અને માનવસેવાના ઉદ્દેશ સાથે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા કોળી શક્તિ યુવક મંડળ – અમરેલી દ્વારા આ વર્ષે 42મું સમૂહલગ્ન ભવ્ય રીતે યોજાશે. આ કાર્યક્રમ તા. 16-11-2025ના રોજ યોજાવાનો છે.

વિશેષ વાત એ છે કે આ સમૂહલગ્નમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ અનાથ દીકરીઓ તેમજ વિકલાંગ યુવક-યુવતીઓના વિનામૂલ્યે લગ્ન કરાવવામાં આવશે. સમાજ દ્વારા કરવામાં આવતા આ પુણ્ય કાર્યથી અનેક પરિવારોને મોટી રાહત મળે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવા કાર્યક્રમો જીવનમાં નવી આશા પેદા કરે છે. સરકાર તરફથી પણ સમૂહલગ્ન યોજનામાં સહભાગીતા આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ સાતફેરા યોજનાના લાભ સાથે રૂ. 12,000ની સહાય તથા લગ્ન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આથી નવા દંપતિને કાયદેસર માન્યતા સાથે આર્થિક સહાય પણ પ્રાપ્ત થશે.

આ કાર્યક્રમ માટેની લગ્ન નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. નોંધણી માટે મંડળના પ્રમુખ રમેશભાઈ એસ. ગોહિલ (શ્રીરામ એસ્ટેટ, જુના માર્કેટિંગ યાર્ડ અંદર, હરીરામ હોલસેલ માર્કેટ, દુ.નં.13, પહેલા માળે, અમરેલી – 93747 34820) નો સંપર્ક કરી શકાય છે. તેમજ પરશોતમભાઈ એન. મકવાણા (94287 98647) અને રમેશભાઈ આર. ડાભી (ચિતલ – 91044 19641) સાથે પણ સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

આવા સામૂહિક પ્રયાસોથી સમાજમાં એકતા, સહકાર અને માનવસેવાની ભાવના મજબૂત બને છે. કોળી સમાજનું આ સમૂહલગ્ન અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande