બ્લાઇન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ: જેમીમા રોડ્રિગ્સે 16 સભ્યોની ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય મહિલા ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સે 11 થી 25 નવેમ્બર દરમિયાન ભારતમાં રમાનારી, પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી તમામ 16 ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આ મહિનાની શરૂ
મહિલા


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય મહિલા ક્રિકેટર જેમીમા

રોડ્રિગ્સે 11 થી 25 નવેમ્બર દરમિયાન

ભારતમાં રમાનારી, પ્રથમ બ્લાઇન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી તમામ 16 ખેલાડીઓને

શુભેચ્છાઓ પાઠવી છે.

આ મહિનાની શરૂઆતમાં, ક્રિકેટ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (સીએબીઆઈ) એ આ મેગા ઇવેન્ટ

માટે ટીમની જાહેરાત કરી હતી, અને ત્યારથી વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ભારત માટે 112 ટી20 આંતરરાષ્ટ્રીય

મેચ રમનાર જેમીમાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ભારત પહેલીવાર બ્લાઇન્ડ

વિમેન્સ ટી20 વર્લ્ડ કપનું

આયોજન કરશે તે ખૂબ જ ગર્વની વાત છે.” તેણીએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે,”

ખેલાડીઓ ટ્રોફી જીતીને દેશને ગૌરવ અપાવશે.”

જેમીમા રોડ્રિગ્સે કહ્યું, ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ માટે પસંદ

કરાયેલી તમામ 16 ખેલાડીઓને

અભિનંદન અને શુભકામનાઓ. આ ખૂબ જ શાનદાર રહેશે. ભારતમાં પહેલી વાર બ્લાઇન્ડ મહિલા ટી20 વર્લ્ડ કપનું

આયોજન થઈ રહ્યું છે. હું ખરેખર ઉત્સાહિત છું. મને ખબર છે કે, તમારા બધા માટે

ઉત્સાહ બમણો થશે. હું તમને બધાને ટ્રોફી ઉપાડતા જોવા માટે રાહ જોઈ શકતી નથી.

તાજેતરમાં, સીએબીઆઈપ્રમુખ ડૉ. મહંતેશ જી. કિવાદાસન્નાવરે રાષ્ટ્રપતિ દ્રૌપદી

મુર્મુ સાથે મુલાકાત કરી અને આ ભવ્ય કાર્યક્રમની વિગતો રજૂ કરી. તેમની સાથે

ભૂતપૂર્વ વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી અને ટુર્નામેન્ટની આયોજન સમિતિના અધ્યક્ષ

મીનાક્ષી લેખી પણ હાજર રહ્યા હતા.

આગામી બ્લાઇન્ડ મહિલા ટી20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત

રીતે યોજાશે. મેચો નવી દિલ્હી, બેંગલુરુ અને શ્રીલંકાના કોલંબોમાં યોજાશે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને

યુનાઇટેડ સ્ટેટ્સની ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

અંધજનો માટે મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ

બી-1 કેટેગરી: સિમુ

દાસ (દિલ્હી), પી. કરુણા કુમારી

(આંધ્રપ્રદેશ), અનુ કુમારી

(બિહાર), જમુના રાની ટુડુ

(ઓડિશા), કાવ્યા વી

(કર્ણાટક)

બી-2 કેટેગરી: અનેખા

દેવી (દિલ્હી), બસંતી હંસદા

(ઓડિશા), સિમરનજીત કૌર

(રાજસ્થાન), સુનિતા સરાઠે (મધ્યપ્રદેશ), પાર્વતી મારંડી

(ઓડિશા)

બી-3 શ્રેણી: દીપિકા

ટી.સી. (કર્ણાટક - કેપ્ટન),

ફુલા સોરેન

(ઓડિશા), ગંગા એસ. કદમ

(મહારાષ્ટ્ર - વાઇસ-કેપ્ટન), કાવ્યા એન.આર. (કર્ણાટક), સુષ્મા પટેલ (મધ્યપ્રદેશ), દુર્ગા યેવલે

(મધ્યપ્રદેશ)

હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande