અમરેલી ખાતે મુખ્યમંત્રી ‘સરસ મેળા’ની મુલાકાત લીધી, મહિલા સ્વસહાય જૂથોને આપ્યું પ્રોત્સાહન
અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં આજે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિતસરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં જિલ્લાભરના મહિલા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હસ્તકલા વસ્તુઓનુ
અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સરસ મેળા’ની મુલાકાત લીધી, મહિલા સ્વસહાય જૂથોને આપ્યું પ્રોત્સાહન


અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં આજે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિતસરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ મેળામાં જિલ્લાભરના મહિલા સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હસ્તકલા વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના અમરેલી પ્રવાસ દરમિયાન આ મેળાની મુલાકાત લીધી અને સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો.

મુખ્યમંત્રીએ મેળામાં પ્રદર્શિત વસ્તુઓની મુલાકાત લીધી અને બહેનો પાસેથી તેમના ઉત્પાદનો વિષે વિગતવાર જાણકારી મેળવી. હસ્તકલા ઉત્પાદનોમાં પરંપરાગત હેન્ડીક્રાફ્ટ, ઘરગથ્થુ વસ્તુઓ, ખાદ્યસામગ્રી તેમજ વણાટકલા આધારિત સામગ્રીઓનો સમાવેશ થયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ‘વોકલ ફોર લોકલ’ના ધ્યેયને સાકાર કરવામાં સખી મંડળોની બહેનો અગત્યની ભૂમિકા ભજવી રહી છે. ગામડાંની મહિલાઓ પોતાના શ્રમ, કુશળતા અને લોકપરંપરા દ્વારા અનોખી સામગ્રી તૈયાર કરી રહી છે, જે માત્ર આત્મનિર્ભરતા જ નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે. મુખ્યમંત્રીએ બહેનોને વધુ પ્રોત્સાહિત કરતાં કહ્યું કે રાજ્ય સરકાર હંમેશાં મહિલા સ્વસહાય જૂથોની સાથે ઉભી છે અને તેમના ઉત્પાદનોને વિશાળ બજાર મળે તે માટે જરૂરી સહાયતા પૂરી પાડશે.

‘સરસ મેળા’ દ્વારા સ્થાનિક કળા અને હસ્તકૌશલ્યને નવા મંચ મળ્યો છે. મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને બહેનોના ઉત્પાદનોની ખરીદી કરીને તેમની મહેનતને બિરદાવ્યું. આવો મેળો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવે છે અને સમાજમાં તેમની પ્રતિભાને નવો દરજ્જો આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande