પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરમાં હિંગળાચાચર મોઢ મોદીઘાચી જ્ઞાતિ સમાજ દ્વારા આસો માસની નવરાત્રી નિમિત્તે 'પાંચ કટમ' બાધા માનતાના ગરબા મહોત્સવ-2025નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિરથી યજમાન પરિવાર દ્વારા શણગારેલી બગીમાં બિરાજમાન હિંગળાજ માતાજીની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હિંગળાચાચર ચોક પર પહોંચી હતી, જ્યાં સમાજના બહોળા સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શોભાયાત્રા બાદ હિંગળાજ માતાજીના મંદિરેથી 'પાંચ કટમ'ના બાધા-માનતાના ગરબા લેવા માટે સમાજના લોકો પ્રસ્થાન કરશે. આ મહોત્સવમાં સમાજના લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ