દક્ષિણ લેબનાનમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત
બેરુત, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) રવિવારે દક્ષિણ લેબનાનના શહેર બિંત જબીલમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક મોટરસાઇકલ અને એક વાહનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમા
દક્ષિણ લેબનાનમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં, ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત


બેરુત, નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) રવિવારે દક્ષિણ લેબનાનના શહેર બિંત જબીલમાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક મોટરસાઇકલ અને એક વાહનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં બે અન્ય ઘાયલ થયા હતા.

જનસંપર્ક સ્પીકર નબીહ બેરીએ જણાવ્યું હતું કે, મૃતકોમાં એક પિતા અને તેના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે માતા ઘાયલ થઈ હતી. પરિવારના સભ્યો અમેરિકન નાગરિક હતા.

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, હુમલામાં હિઝબુલ્લાહનો એક સભ્ય માર્યો ગયો હતો, પરંતુ કેટલાક નિર્દોષ નાગરિકો પણ ઘાયલ થયા હતા. સેનાએ ઘટનાની સમીક્ષાની જાહેરાત કરી હતી અને નિર્દોષ લોકોને થયેલા નુકસાન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

લેબનાનના વડા પ્રધાન નવાફ સલામે હુમલાની નિંદા કરતા તેને નાગરિકો સામેનો ઘોર ગુનો અને દક્ષિણ ગામડાઓમાં પાછા ફરતા લોકો માટે ભયનો સંદેશ ગણાવ્યો હતો.

ગયા નવેમ્બરમાં અમેરિકી સમજુતી કરાર બાદ, ઇઝરાયલ હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવાનું ચાલુ રાખતા આ હુમલો થયો છે. લેબનાન પર અમેરિકા, સાઉદી અરેબિયા અને હિઝબુલ્લાહના સ્થાનિક વિરોધીઓ તરફથી વધતા દબાણ હેઠળ છે કે તેઓ જૂથને તેના શસ્ત્રો સોંપવા દબાણ કરે, જ્યારે હિઝબુલ્લાહે ચેતવણી આપી છે કે, ઇઝરાયલ હવાઈ હુમલા ચાલુ રાખે છે, ત્યારે શરણાગતિ અંગે ચર્ચા કરવી એ ગંભીર ભૂલ હશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande