પોરબંદરમાં, માલવાહક જહાજ આગની લપેટમાં
પોરબંદર (ગુજરાત),નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠે એક માલવાહક જહાજ, આગની લપેટમાં આવી ગયું છે. વધુ જાનહાનિ ટાળવા માટે, વહીવટીતંત્રે સાવચેતી રૂપે ચોપાટી પર જાહેર અવરજવર પર પ્રતિબંધો લાદ્યા છે.
જહાજ


પોરબંદર (ગુજરાત),નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર

(હિ.સ.) ગુજરાતના પોરબંદરના દરિયાકાંઠે એક માલવાહક જહાજ, આગની લપેટમાં આવી ગયું

છે. વધુ જાનહાનિ ટાળવા માટે, વહીવટીતંત્રે સાવચેતી રૂપે ચોપાટી પર જાહેર અવરજવર પર

પ્રતિબંધો લાદ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, “આજે સવારે

પોરબંદરના દરિયાકાંઠે એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગી હતી. જામનગરથી 'હરિ દર્શન' નામના જહાજમાં

લાગેલી આગ, હજુ સુધી કાબુમાં આવી નથી. ઘટનાની માહિતી મળતાં, જિલ્લા પોલીસ વડા

સહિત, વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ચોપાટી દોડી ગયા હતા.”

સળગતા જહાજમાંથી હજુ પણ વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે.

પ્રારંભિક અંદાજ મુજબ વિસ્ફોટો, એલપીજી સિલિન્ડરોને કારણે થયા હોવાનું માનવામાં

આવે છે. અધિકારીઓ કહે છે કે,” આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ હજુ સુધી

સફળતા મળી નથી. આગનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande