ન્યૂયોર્ક (અમેરિકા), નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.)
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે અહીં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો
સાથે મુલાકાત કરી. તેમણે યુરોપીય સંઘનાનેતાઓ સાથે પણ મુલાકાત કરી. જયશંકરે તેમના એક્સ
હેંડલ પર તેના ફોટા અને
આ પ્રસંગનો સંક્ષિપ્ત અહેવાલ શેર કર્યો.
જયશંકરે એક્સ પોસ્ટમાં લખ્યું, આજે સવારે ન્યૂયોર્કમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો
રુબિયોને મળીને આનંદ થયો. અમારી વાતચીતમાં વર્તમાન ચિંતાના અનેક દ્વિપક્ષીય અને
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. અમે પ્રાથમિકતા ક્ષેત્રોમાં પ્રગતિ માટે સતત
સહયોગના મહત્વ પર સંમત થયા. અમે સંપર્કમાં રહીશું. બીજી પોસ્ટમાં, તેમણે યુરોપીય
સંઘના નેતાઓને મળવાનો
આનંદ વ્યક્ત કર્યો.
જયશંકરે લખ્યું, આજે ન્યૂયોર્કમાં યુરોપીય સંઘનાવિદેશ મંત્રીઓની
અનૌપચારિક બેઠકમાં તેમની સાથે મુલાકાત કરીને મને આનંદ થયો. અમને હોસ્ટ કરવા બદલ યુરોપીય
સંઘનાવિદેશ નીતિના પ્રમુખ
કાજા કલ્લાસનો આભાર. બહુપક્ષીયતા, ભારત- યુરોપીય સંઘભાગીદારી, યુક્રેન સંઘર્ષ, ગાઝા, ઊર્જા અને વેપાર પર સ્પષ્ટ વિચારોનું આદાન-પ્રદાન કરવાની આ
એક તક હતી.”
ભારતીય વિદેશ મંત્રી જયશંકરની આ નેતાઓ સાથેની વાતચીત ત્યારે
થઈ જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)નું 80મું ઉચ્ચ-સ્તરીય સત્ર શરૂ થવાનું હતું. તેઓ લોટે ન્યૂયોર્ક
પેલેસમાં રુબિયોને મળ્યા. રુબિયો અને જયશંકર વચ્ચેની આ મુલાકાત, અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યા પછીની, પહેલી રૂબરૂ
મુલાકાત હતી.જેનાથી ભારત પર યુએસ ટેરિફ 50 ટકા સુધી વધી ગયો. જયશંકર 27 સપ્ટેમ્બરે, યુએનજીએના
મંચ પરથી નિવેદન આપશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ