નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) આજે વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં 71માં
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મુ, વિજેતાઓનું સન્માન કરશે. શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને ફિલ્મ
જવાન અને 12મી ફેઇલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર
પ્રાપ્ત થશે, જ્યારે રાની
મુખર્જીને શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો
પુરસ્કાર પ્રાપ્ત થશે. મલયાલમ અભિનેતા મોહનલાલને આ જ સમારોહમાં દાદાસાહેબ ફાળકે
પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
૨૦૨૩ના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત આ
વર્ષે 1 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. કોવિડ-19 મહામારીને કારણે, રાષ્ટ્રીય ફિલ્મ
પુરસ્કારો બે વર્ષ મોડા આપવામાં આવી રહ્યા છે.
વિજ્ઞાન ભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં, રાષ્ટ્રીય ફિલ્મ
પુરસ્કાર વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. સમારોહ સાંજે 4 વાગ્યે શરૂ થશે અને
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓનું સન્માન કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી
અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. આ કાર્યક્રમનું, દૂરદર્શન અથવા યુટ્યુબ પર લાઈવ
પ્રસારણ કરવામાં આવશે.
શ્રેષ્ઠ દિગ્દર્શન - સુદીપ્તો સેન ધ કેરળ
સ્ટોરી માટે, શ્રેષ્ઠ અભિનેતા - શાહરૂખ ખાન જવાન માટે અને
વિક્રાંત માસ 12મી ફેલ
માટે, શ્રેષ્ઠ અભિનેત્રી - રાની મુખર્જી મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે
માટે, શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - કટહલ
શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ - રોકી ઔર રાની કી પ્રેમ
કહાની દાદાસાહેબ ફાળકે એવોર્ડ - મોહનલાલ, પ્રખ્યાત મલયાલમ અભિનેતા
નોંધનીય છે કે, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સ્વર્ણ કમલ
અને રજત કમલનો સમાવેશ થાય છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ સ્વર્ણ કમલ, ₹10 લાખનું ઇનામ, પ્રશસ્તિપત્ર અને
શાલથી કરવામાં આવે છે.
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – સ્વર્ણ કમલ અને ₹2.5 લાખ, પ્રશસ્તિપત્ર. રજત
કમલ અને ₹1.5 લાખ. સામાજિક મુદ્દાઓ પરની શ્રેષ્ઠ ફિલ્મ – સ્વર્ણ
કમલ અને ₹1.5 લાખ. શ્રેષ્ઠ
બાળકોની ફિલ્મ – સ્વર્ણ કમલ અને ₹1.5 લાખ. શ્રેષ્ઠ ફિલ્મ માટે રજત કમલ એવોર્ડ અને ₹100,000 ની ઇનામ રકમ.
શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી માટે રજત કમલ એવોર્ડ અને ₹50,000 નું ઇનામ રકમ.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ