રાહુલ ગાંધીએ બેરોજગારીને, સૌથી મોટું સંકટ ગણાવ્યું
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, મંગળવારે કેન્દ્ર સરકાર પર ભારતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો આરોપ લગાવતા, બેરોજગારીને સૌથી મોટું સંકટ ગણાવ્યું. રાહુલ ગાંધીએ પોતાની એક્સ પોસ્ટમાં કહ્યું
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, મંગળવારે કેન્દ્ર સરકાર પર ભારતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવાનો આરોપ લગાવતા, બેરોજગારીને સૌથી મોટું સંકટ ગણાવ્યું.

રાહુલ ગાંધીએ પોતાની એક્સ પોસ્ટમાં કહ્યું કે, બેરોજગારી એ ભારતમાં યુવાનો સામેની સૌથી મોટી સમસ્યા છે અને તે સીધી રીતે મત ચોરી સાથે જોડાયેલી છે. જ્યારે કોઈ સરકાર જનતાનો વિશ્વાસ જીતીને સત્તામાં આવે છે, ત્યારે તેની પહેલી ફરજ યુવાનોને રોજગાર અને તકો પૂરી પાડવાની હોય છે. રાહુલે દાવો કર્યો હતો કે આ જ કારણે દેશમાં બેરોજગારી 45 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.

તેમણે આરોપ લગાવ્યો કે, નોકરીઓ ઘટી રહી છે, ભરતી પ્રક્રિયાઓ પડી ભાંગી છે અને યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande