કોલકતા,નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર
(હિ.સ.) કોલકતા અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે સવારે ભારે વરસાદ બાદ, વીજકરંટ
લાગવાથી પાંચ લોકોના મોત થયા. સોમવાર રાતથી સતત પડી રહેલા વરસાદથી સામાન્ય જનજીવન
ખોરવાઈ ગયું અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. પાણી ભરાયેલા ટ્રેકને
કારણે રેલ અને મેટ્રો ટ્રાફિક પણ પ્રભાવિત થયો.
અહેવાલો અનુસાર,”નેતાજી નગરમાં એક સાયકલ સવારનું મૃત્યુ થયું. તે ફળ વેચતો
હતો અને મંગળવારે સવારે, પાણી ભરાયેલા વિસ્તારમાંથી પોતાની સાયકલ ચલાવી રહ્યો હતો.
તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલાને સ્પર્શ
કર્યો, જેના કારણે તેનું
ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેનું શરીર ઘણા સમય સુધી પાણીમાં ડૂબી રહ્યું હતું, અને વિસ્તારમાં
શોર્ટ સર્કિટને કારણે ફાયર ફાઇટર પ્રવેશી શક્યા નહીં. પરિસ્થિતિના પ્રતિભાવમાં, સીઈએસઈને
તાત્કાલિક વીજ પુરવઠો કાપી નાખવાની જાણ કરવામાં આવી હતી.
તેવી જ રીતે, કાલિકાપુર, ગડીયાહાટના બાલીગંજ પ્લેસ અને બિનિયાપુકુરમાં વીજકરંટ
લાગવાથી, ત્રણ લોકોના મોત થયા. દરમિયાન, મંગળવારે સવારે 5:30 વાગ્યે એકબાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિતેન્દ્ર સિંહ (60) ને વીજળીનો કરંટ
લાગ્યો હતો. તેમને તાત્કાલિક એસેસકેએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ
તેમને મૃત જાહેર કર્યા હતા.
કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુકાંત મજુમદારે, આ ઘટના પર
ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે,”કલકતા અને
આસપાસના વિસ્તારોમાં વીજળીના કરંટથી થયેલા અસંખ્ય મૃત્યુથી, તેઓ ખૂબ જ દુઃખી છે.
તેમણે રાજ્ય સરકારને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની પણ અપીલ કરી
છે.”
દરમિયાન, સીઈએસઈએ લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર વીજળીના થાંભલા, થાંભલાના બોક્સ
અને વાયરથી દૂર રહેવાની પણ અપીલ કરી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, લોકોને મદદ માટે 033-3501-1912 પર સંપર્ક
કરવાની સલાહ આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ