ગુમલા, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ): ઝારખંડના ગુમલા જિલ્લામાં પોલીસે ઝારખંડ જન મુક્તિ પરિષદ (જેજેએમપી) ના ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર બુધવારે સવારે જિલ્લાના બિશનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કેચકી જંગલમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લોહરદગાના સેન્હાના રહેવાસી લાલુ લોહારા, સુજીત ઉરાંવ અને લાતેહારના હોશીરના રહેવાસી છોટુ ઉરાંવનો સમાવેશ થાય છે. સબ-ઝોનલ કમાન્ડર લાલુ લોહારા અને અન્ય સબ-કમાન્ડર છોટુ ઉરાંવ પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું.
એસપી હરિસ બિન ઝમાને ત્રણ આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરી અને કહ્યું કે, ઘટનાસ્થળેથી ત્રણ હથિયારો મળી આવ્યા છે. આમાં એક એકે-56 રાઇફલ, એક એસએલઆર અને એક ઇન્સાસ રાઇફલનો સમાવેશ થાય છે. સુરક્ષા દળો વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
અગાઉ, ગુમલા પોલીસ અધિક્ષક (એસપી) હરીશ બિન જામાને માહિતી મળી હતી કે, જેજેએમપીના કેટલાક આતંકવાદીઓ બિશનપુર વિસ્તારમાં એક મોટી ઘટનાને અંજામ આપવા માટે ભેગા થયા છે. માહિતીના આધારે, ઝારખંડ જગુઆર્સ અને ગુમલા જિલ્લા પોલીસની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ટીમ કેચકી જંગલમાં પહોંચતા જ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. પોલીસે વળતો જવાબ આપ્યો, જેમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા અને એકની ધરપકડ કરવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / વિકાસ કુમાર પાંડે / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ