બાર્સેલોના, નવી દિલ્હી,24 સપ્ટેમ્બર (હિ.સ.) સ્પેનના
આંતરરાષ્ટ્રીય મિડફિલ્ડર ગાવી ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ, ફેબ્રુઆરી અથવા માર્ચ
સુધી રમતથી દૂર રહેવાની ધારણા છે. એફસીબાર્સેલોનાની વેબસાઇટે મંગળવારે સાંજે અહેવાલ
આપ્યો હતો કે ગાવીએ, તેના જમણા ઘૂંટણ પર આર્થ્રોસ્કોપી કરાવી હતી, જેમાં તેના
મેડિયલ મેનિસ્કસને શસ્ત્રક્રિયા દ્વારા સાચવવાનો સમાવેશ થતો હતો.” ક્લબે જણાવ્યું
હતું કે,” તેની રિકવરીમાં લગભગ 4 થી 5 મહિના લાગવાની ધારણા છે.”
છેલ્લા આંતરરાષ્ટ્રીય વિરામ પહેલા તાલીમ દરમિયાન ગાવીને આ
ઈજા થઈ હતી. શરૂઆતમાં તેને કંજરવેટીવ સારવાર આપવામાં આવી હતી, પરંતુ જ્યારે
તેની સ્થિતિમાં અપેક્ષા મુજબ સુધારો થયો ન હતો, ત્યારે સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, નવેમ્બર 2023 માં સ્પેન માટે રમતી વખતે ગાવીને આ જ ઘૂંટણમાં
ગંભીર અસ્થિબંધનની ઈજા થઈ હતી, જેના કારણે તે લગભગ એક વર્ષ સુધી રમતથી દૂર રહ્યો હતો.
દરમિયાન, બાર્સેલોનાના અન્ય ખેલાડી, ફર્મિન લોપેઝ, જંઘામૂળની ઈજાને કારણે ત્રણ અઠવાડિયા માટે,
રમતથી બહાર રહેશે, જ્યારે લેમિન યામલ
પણ ગયા અઠવાડિયે પેલ્વિક સમસ્યાને કારણે રમતમાંથી બહાર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ