નોવાક જોકોવિચ, શંઘાઈ માસ્ટર્સમાં ભાગ લેશે
પેરિસ, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.) ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 નોવાક જોકોવિચ આવતા, મહિને શંઘાઈ માસ્ટર્સમાં ભાગ લેશે. ટુર્નામેન્ટ આયોજકોએ મંગળવારે સત્તાવાર જાહેરાત કરી. આયોજકોએ સોશિયલ મીડિયા પર લખ્યું, તે પાછો ફર્યો છે... અમ
મેચ


પેરિસ, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર

(હિ.સ.) ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 નોવાક જોકોવિચ આવતા, મહિને શંઘાઈ માસ્ટર્સમાં ભાગ લેશે.

ટુર્નામેન્ટ આયોજકોએ મંગળવારે સત્તાવાર જાહેરાત કરી.

આયોજકોએ સોશિયલ મીડિયા પર લખ્યું, તે પાછો ફર્યો

છે... અમારા ચાર વખતના ચેમ્પિયન આ વર્ષે શંઘાઈ પાછા ફરશે.

24 વખતના ગ્રાન્ડ

સ્લેમ વિજેતા, જોકોવિચે

સપ્ટેમ્બરની શરૂઆતમાં યુએસ ઓપન સેમિફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝ સામે હાર્યા પછી કોઈ

સત્તાવાર મેચ રમી નથી.

38 વર્ષીય જોકોવિચે

આ હાર બાદ, તેની બાકીની સીઝન માટે સ્પષ્ટ શેડ્યૂલ આપ્યું ન હતું. આ વર્ષે, તેણે પાછલા વર્ષો

કરતાં નોંધપાત્ર રીતે ઓછી ટુર્નામેન્ટ રમી છે.

હાલમાં, તેણે ફક્ત 2 થી 8 નવેમ્બર દરમિયાન યોજાનારી એથેન્સ 250 ઇવેન્ટમાં તેની

ભાગીદારીની પુષ્ટિ કરી છે,

જે આ વર્ષના

કેલેન્ડર પર બેલગ્રેડ ટુર્નામેન્ટનું સ્થાન લેશે.

પેરિસ માસ્ટર્સ (27 ઓક્ટોબર-2 નવેમ્બર) અને તુરિનમાં એટીપીફાઇનલ્સમાં (9-16 નવેમ્બર) તેમની

ભાગીદારી હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

જોકોવિચે 2012, 2013, 2015 અને 2018 માં શંઘાઈ માસ્ટર્સ જીત્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande