લેહમાં બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન હિંસક બન્યા, પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો સહારો લીધો
લેહ, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.): લેહમાં ભારે વિરોધ પ્રદર્શન અને બંધ દરમિયાન યુવાનોના એક જૂથે હિંસક બનીને પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો સહારો લીધો. બુધવારે આ વિરોધ પ્રદર્શન બંધારણની છઠ્ઠી અનુસૂચિના વિસ્તરણ અને લદ્દાખને
લેહમાં બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન હિંસક બન્યા


લેહ, નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.): લેહમાં ભારે વિરોધ પ્રદર્શન અને બંધ દરમિયાન યુવાનોના એક જૂથે હિંસક બનીને પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો સહારો લીધો. બુધવારે આ વિરોધ પ્રદર્શન બંધારણની છઠ્ઠી અનુસૂચિના વિસ્તરણ અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અંગે, કેન્દ્ર સરકાર સાથે પ્રસ્તાવિત વાટાઘાટોને આગળ વધારવાની માંગના સમર્થનમાં યોજાયો હતો.

કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓમાં લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સના સભ્યોનો સમાવેશ થાય છે. 6 ઓક્ટોબરે વાટાઘાટોનો નવો રાઉન્ડ યોજાવાનો છે. 10 સપ્ટેમ્બરથી 35 દિવસની ભૂખ હડતાળ પર રહેલા 15 લોકોમાંથી બેને મંગળવારે સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ લેહ એપેક્સ બોડીની યુવા પાંખે વિરોધ પ્રદર્શન અને બંધનું એલાન આપ્યું હતું. આબોહવા કાર્યકર્તા સોનમ વાંગચુકના નેતૃત્વમાં, આ ભૂખ હડતાળ પ્રદેશમાં ચાલી રહેલા આંદોલનનો ભાગ હતી.

લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગણી દરમિયાન લેહમાં ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી હતી, જે પોલીસ સાથે ઘર્ષણમાં પરિણમ્યું હતું. પોલીસે વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે વધારાના દળો તૈનાત કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande