વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન અને જાતીય સતામણીનો આરોપ ધરાવતા સ્વામી ચૈતન્યાનંદ ફરાર
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). દક્ષિણ પશ્ચિમ જિલ્લાના વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી, ઉર્ફે ડૉ. પાર્થ સારથી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. શ્રી શ્રૃંગેરી મઠ અને તેની મિલકતોના સંચાલક પી.એ. મુરલીની ફરિયાદના આધ
જાતીય સતામણીનો આરોપ ધરાવતા સ્વામી ચૈતન્યાનંદ ફરાર


નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.). દક્ષિણ પશ્ચિમ જિલ્લાના વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી, ઉર્ફે ડૉ. પાર્થ સારથી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. શ્રી શ્રૃંગેરી મઠ અને તેની મિલકતોના સંચાલક પી.એ. મુરલીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. ત્યારથી, સ્વામી ફરાર છે.

એવો આરોપ છે કે, સ્વામીએ શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટમાં ઈડબ્લ્યુએસ શિષ્યવૃત્તિ પર અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓનું જાતીય શોષણ કર્યું હતું અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. પોલીસ તપાસમાં 32 વિદ્યાર્થીનીઓના નિવેદનો નોંધાયા છે. આમાંથી 17 વિદ્યાર્થીનીઓએ અહેવાલ આપ્યો છે કે, સ્વામીએ અભદ્ર વર્તન કર્યું હતું, વોટ્સએપ અને એસએમએસ દ્વારા અશ્લીલ સંદેશા મોકલ્યા હતા અને બળજબરીથી શારીરિક સંપર્ક કર્યો હતો. પીડિતોનો આરોપ છે કે, સંસ્થાના કેટલાક મહિલા ફેકલ્ટી અને વહીવટી અધિકારીઓએ સ્વામીની માંગણીઓનું પાલન કરવા માટે દબાણ કર્યું હતું.

ફરિયાદ બાદ, પોલીસે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. અનેક દરોડા પાડવા છતાં, સ્વામી ફરાર છે. આઈપીસી ની કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ 16 પીડિતોના નિવેદનો કોર્ટમાં નોંધવામાં આવ્યા છે.

નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી કાર મળી આવી

તપાસ દરમિયાન, પોલીસે સંસ્થાના ભોંયરામાં નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી વોલ્વો કાર (39 યુએન 1) મળી આવી. આ કારનો ઉપયોગ સ્વામી ચૈતન્યનંદ દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં અલગ એફઆઈઆર નોંધી છે અને કાર જપ્ત કરી છે.

પોલીસનું કહેવું છે કે, સ્વામી ફરાર છે અને ધરપકડથી બચી રહ્યા છે. દિલ્હી પોલીસની ઘણી ટીમો તેમની શોધમાં લાગી છે. તેમની સામે ટૂંક સમયમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande