મોડાસા, 25 સપ્ટેમ્બર (હિ.સ.)
રાજ્ય સરકારે કેબિનેટમાં મહત્વનો નિર્ણય લઇ ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓમાં થી 17 નવા તાલુકાઓની રચનાની જાહેરાત કરતાં અરવલ્લી જિલ્લાને પણ બે નવા તાલુકાની ભેટ મળી છે .ભિલોડામાંથી વિભાજન કરી યાત્રાધામ શામળાજીને નવો તાલુકો જાહેર કરી વર્ષોની માગણી સંતોષાતાં શામળાજી પંથકમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. શામળાજી ખાતે ધારાસભ્ય પી સી બરંડા, રણવીરસિંહ ડાભી અને શામળાજી પંથકના અનેક સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં શામળિયા ઠાકોરના દર્શન કરી શામળાજીને તાલુકો જાહેર કરવા બદલ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો, સાથે સાથે ધારાસભ્ય પી સી બરંડા અને રણવીરસિંહ ડાભી તથા ઉપસ્થિત સૌ આગેવાનો અને જનતાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ