મોડાસા, 25 સપ્ટેમ્બર (હિ.સ.)
સમગ્ર ગુજરાતમાં જ્યારે ધીરે ધીરે હવે નવરાત્રિનો નવ દિવસનો માહોલ જામી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ જે ચાર મોટી નવરાત્રી કે જે રમઝટ ,કુમકુમ , કચ્છ કડવા પાટીદાર, રામ પાર્ક છે ત્યાં હવે ધીરે ધીરે ખેલૈયાઓ ગરબે ઘૂમવા આવતા હોય તેવું નજરે પડી રહ્યું છે અને બીજી બાજુ કોરોના વખતે શેરી ગરબા જે જામ્યા હતા તે હવે લુપ્ત થતા હોય તેવું નજરે પડી રહ્યું છે ત્યારે મોટી માંડવડી માં પણ હવે રજાઓ ન હોવાને કારણે નવરાત થોડી ફિકી પડતી હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે પરંતુ ક્યાંક ખાણીપીણીના સ્ટોલ વાળા પણ આ વખતે રાતાપાણી રોવાનો વારો આવે તેવું દેખાઈ રહ્યું છે અને આયોજન કરતાંઓ છેલ્લા દિવસ સુધી હાર માને તેવું લાગતું નથી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ