પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં આજે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને સપ્તધારા કાર્યક્રમના સહયોગથી સાંસ્કૃતિક ગરબા સ્પર્ધા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જે સફળતાપૂર્વક સંપન્ન થયું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ટેકપાલ સિંહ આનંદે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ કાર્યક્રમનું સંચાલન NSS ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર અને સપ્તધારા સમિતિના સંયોજક ડૉ. મનોજ પ્રજાપતિ દ્વારા કરાયું. સ્પર્ધામાં ડૉ. મનોજ પ્રજાપતિ, શ્રીમતી કોમલ પંડ્યા અને પ્રા. હાર્દિક પ્રજાપતિ નિષ્ણાત ચુકાદાઓ માટે નિર્ણયકાર તરીકે ઉપસ્થિત રહ્યા.
વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રોમાં મનમોહક ગરબાની રજૂઆત આપી. આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ સાથે કોલેજના આચાર્યો અને અધ્યાપકો પણ ગરબામાં ઉત્સાહભેર જોડાયા. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સામૂહિક ભાવના, સાંસ્કૃતિક જાગૃતિ તથા શારીરિક-માનસિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ