અમિત શાહ આજે રાત્રે કોલકતા પહોંચશે, કાલે ત્રણ દુર્ગા પૂજા પંડાલોનું ઉદ્ઘાટન કરશે
કોલકતા,નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર (હિ.સ): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે (26 સપ્ટેમ્બર) પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કોલકતામાં, ત્રણ મોટા દુર્ગા પૂજા પંડાલોનું ઉદ્ઘાટન કરશે. રાજ્ય ભાજપના નેતાઓના જણાવ્યા અન
શાહ


કોલકતા,નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર

(હિ.સ): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે (26 સપ્ટેમ્બર)

પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કોલકતામાં, ત્રણ મોટા દુર્ગા પૂજા પંડાલોનું

ઉદ્ઘાટન કરશે. રાજ્ય ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર,”શાહ ગુરુવારે

રાત્રે કોલકતા પહોંચશે. તેઓ શુક્રવારે સવારે 11:20 વાગ્યે, લેક ​​એવન્યુ પર સેવક સંઘ પૂજા પંડાલનું ઉદ્ઘાટન

કરશે. ત્યારબાદ તેઓ, ઉત્તર કલકતામાં સંતોષ મિત્ર સ્ક્વેર દુર્ગા પૂજા (લેબુટાલા

પાર્ક) પંડાલનું ઉદ્ઘાટન કરશે.”

બપોરે તેમનો અંતિમ કાર્યક્રમ, સોલ્ટ લેકમાં પૂર્વીય ઝોનલ

કલ્ચરલ સેન્ટર (ઈઝેડસીસી)

ખાતે થશે, જ્યાં તેઓ પશ્ચિમ

બંગ સંસ્કૃતિ મંચ દ્વારા આયોજિત પૂજાનું ઉદ્ઘાટન કરશે. સંતોષ મિત્ર સ્ક્વેર ખાતેની

પૂજાને, શાહની મુલાકાતનું મુખ્ય આકર્ષણ માનવામાં આવે છે. તેનું આયોજન ભાજપ

કાઉન્સિલર સજલ ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે. ઈઝેડસીસીપૂજાને ભાજપ

સમર્થિત પહેલ તરીકે જોવામાં આવે છે. ૨૦૨૦ માં ભાજપના સાંસ્કૃતિક એકમ દ્વારા તેની

શરૂઆત કરવામાં આવી હતી અને તેનું દિલ્હીથી, વર્ચ્યુઅલી ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર

મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે, ૨૦૨૨ પછી આ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો.

રાજકીય વિશ્લેષકો માને છે કે, રાજ્યમાં ૨૦૨૬ માં યોજાનારી

વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, શાહની મુલાકાતનું વિશેષ રાજકીય મહત્વ છે.

ભાજપ નેતૃત્વ માને છે કે, દુર્ગા પૂજા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને, પાર્ટી બંગાળના

સાંસ્કૃતિક પરિદૃશ્ય સાથે પોતાનું જોડાણ મજબૂત કરવાનો અને મતદારોમાં પોતાની પહોંચ

વધારવાનો પ્રયાસ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande