જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-૨૦૨૫ની ઉજવણી માટેની થીમ 'આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ' અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પીટલ જોડીયા દ્વારા શ્રી હુન્નર કન્યા શાળા ખાતે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો ૧૪૫ જેટલા લોકોએ લાભ લીધો હતો.તથા પોષણ માસ-૨૦૨૫ અને સ્વસ્થ નારી, સશકત પરીવાર અભિયાન અંતર્ગત આયુર્વેદ વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહીલા તબીબ દ્વારા ૨૪૫ જેટલી કિશોરીઓને આયુર્વેદ અને જીવનશૈલી તેમજ સ્ત્રીરોગો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા ૨૦૦ જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, શાળાના ટ્રસ્ટીઓ અશોક વર્મા, દાતા સંજયભાઇ તન્ના, ગામના આગેવાનો તેમજ વૈધ આનંદ.ડી.જયસ્વાલ, ફોરમબેન એસ.પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt